02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં વઢિયાર ગોળ દરજી સુથાર સમાજનો ૧૪ મોં સમૂહ લગ્નોત્સવ

પાટણમાં વઢિયાર ગોળ દરજી સુથાર સમાજનો ૧૪ મોં સમૂહ લગ્નોત્સવ   16/12/2018

 પાટણ ખાતે વઢિયાર, દરજી, સુથાર સમાજનો ૧૪ મો સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતીએ પ્રભુતામાં પાગલાં માંડ્‌યા હતા. આ શુભપ્રસંગે નવદંપતીઓની સાથે સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા અને સમાજને એક તાંતણે બાંધવાના શપથ લીધા હતા.  વઢિયાર ગોળ દરજી સુથાર સમાજના ઇષ્ટદેવ ત્રિકમજી ભગવાનના આશીર્વાદથી પાટણના હરિનગર ખાતે વઢિયાર દરજી સુથાર સમાજ ૧૪માં સમૂહ લગ્નોત્સવ યોજાયો.આ સમૂહ લગ્નોત્સવમાં સેવાભાવી લોકસૅવામા અગ્રૅસર   સીઆરસી વિજય મનુભાઈ દરજી વારાહી સહિત 
૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડી લગ્નજીવનની શરૂઆત કરી હતી. આ શુભ પ્રસંગે નવદંપતીઓને સમાજના ગોર યોગેશભાઈ મહારાજ તેમજ સમાજના આગેવાનોએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડનાર સમાજની ૨૫ દીકરીઓને કરિયાવરમાં ગૃહઉપયોગી અને લગ્ન રિવાજમાં જરૂરી તમામ ચીજવસ્તુઓ સહિતની ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના દાનવીર અને સમૂહ લગ્નના દાતા સુરેશભાઈ જાદવ ( ગાંધીધામ ), ભોજન દાતા પ્રવીણભાઈ દરજી, સોનાની વીંટીના દાતા અલ્પેશ દરજી, ડો.શૈલેષભાઇ દરજી, રાજુભાઈ સુથાર, દિનેશભાઇ ડાભી, સહિતના તમામ દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પાટણ સેમાડાના પરસોત્તમભાઈ દરજી, રમેશભાઈ દરજી અતુલભાઇ  ,ઍચટાટ  પિયુષ ભાઇ દરજી દ્વારા સૅવા  અપાઈ.

Tags :