બનાસકાંઠામાં બટાટાના ભાવ તળીયે : ખેડૂતોની હાલત કફોડી

બટાટા નગરી ડીસા સહિત બનાસકાંઠામાં આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું જોકે આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારૂ થયું છે અને ખેડૂતો પોતાના ખેતરોમાંથી નવા બટાકા નીકાળી રહ્યા છે પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતાં બટાકા પકવતા ખેડૂતો પરેશાન છે.અને મોટા પ્રમાણમાં બટાટા કોલ્ડસ્ટોરેજમાં રાખી રહ્યા છે  ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે બટાકાના સારા ભાવ મળે અથવા તો તેમને સરકાર કોઈ મદદ કરે ડીસા બટાકા નગરી તરીકે જગ વિખ્યાત છે. ડીસામાં થતાં બટાકા વિદેશ સુધી નિકાસ થાય છે. છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન છે. પરંતુ આ વર્ષે પણ ડીસા અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું છે. જ્યારે નવા બટાકા નીકળવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલો પાક જોઈ હરખાઈ રહ્યા છે. ખેડૂતો નવા નીકળી રહેલા બટાકા જોઈ અનેક આશાઓ સેવી રહ્યા છે શરૂઆતમાં બટાટાના સારા ભાવ મળતાં ખેડૂતોએ બટાટા સીધા માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું હતું જોકે હવે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ બટાટા કોલ્ડસ્ટોરેજમાં મુકવાનું શરૂ કર્યું છે જોકે ગતવર્ષે પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાટા કોલ્ડસ્ટોરેજમાં મુક્યા હતા પણ તેમને ભાવ ન મળતા તેવો બટાટા લેવા કોલ્ડસ્ટોરેજમાં પણ ગયા ન હતા અને તેમને મોટું નુકસાન થયું હતું જોકે આ વર્ષે ખેડૂતો તેમને યોગ્ય ભાવ મળે અથવા સરકાર તેમને મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.
બટાકા માં છેલ્લા ચાર વર્ષ મંદી ના રહ્યા છે. સરકારે પણ બટાકા માટે અનેક સબસીડીઓ જાહેર કરવી પડી છે. આ વર્ષે ફરી બટાકાનું મબલખ વાવેતર સાથે તેનું અઢળક ઉત્પાદન પણ થયું છે. જો આ વર્ષે પણ બટાકા ના ભાવ ગગડયા તો ખેડૂતો ને મોટું નુકસાન થશે. છેલ્લા ચાર વર્ષથી બટાકામાં મંદી નો માર ઝેલી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ત્યારે જો આ વર્ષે પણ બટાકામાં મંદી યથાવત રહી તો ન છૂટકે બટાકાના ખેતી કરતા ખેડૂતોએ બટાકાની ખેતી છોડી અન્ય ખેતી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ત્યારે ખેડુતોની સાથે સાથે વેપારીઓ અને કોલ્ડસ્ટોરેજના માલિકો પણ સરકાર પાસે આછા રાખી રહ્યા છે કે આ સાલ બટાટાને ટેકાના ભાવે ખરીદવામાં આવે અને સરકાર સબસીડી જાહેર કરે તેથી મોટું નુકશાન થાય નહિ.
 
આ બબતે અતુલ માળી કોલ્ડસ્ટોરેજ માલિક જણાવ્યું હતુ કે મંદીના કારણે કોલ્ડસ્ટોરેજના ધંધા પડી ભાગ્યા છે આ સાલ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું છે જો ભાવ નહિ મળે તો ખેડૂત ,વેપારી અને કોલ્ડસ્ટોરેજને મોટું નુકસાન થશે સરકારે યોગ્ય સહાય આપવી જોઈએ..
નવા બટાકાની શરૂઆત થતાં જ ખેડૂત ઉત્પાદન જોઈ તો આનંદિત છે. પરંતુ તેના ભાવ બજારમાં મળી રહયા નથી ત્યારે આગળ ભાવ સારા મળશે તેવી આશાએ ખેડૂતોએ કોલ્ડસ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ ચાલુ કર્યો છે  જો ભાવ નહિ મળે અને સરકાર કોઈ સહાય નહિ કરે તો  ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ  ઊભી થાય તો નવાઈ નહીં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.