02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / રાધનપુર તાલુકામાં નર્મદા યોજનાની કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત

રાધનપુર તાલુકામાં નર્મદા યોજનાની કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત   26/09/2018

 
 
(તા.પ્રતિ.) રાધનપુર 
રાધનપુર તાલુકામાં એક બાજુ મેઘરાજાએ રીસામણા કરતા ખેડૂતોની હાલત કફોડી છે,ત્યારે નર્મદા યોજનાની કેનાલો વારંવાર તૂટતાં ખેડૂતો માટે તો પડતા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.તાલુકામાં એક જ દિવસમાં વધારે પડતા પાણી કેનાલમાં છોડવામાં આવતા સિનાડ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળેલી ભાડિયા માયનોર કેનાલ તૂટી જતા નર્મદાના પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જયારે છાણિયાથર-ગોતરકા કેનાલ તૂટતાં બે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી જતા જુવાર, એરંડા, કપાસ સહિતના ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું, જો કે કેનાલો તૂટવા પાછળ ખેડૂતો અને નર્મદા યોજનાના અધિકારીઓ બંને જવાબદાર છે. ક્યારેક ખેડૂતો પૈસા આપીને કેનાલોમાં પાણી છોડાવે છે તેવા પણ આક્ષેપો થઇ રહ્યા છે, અને લિમિટ કરતા વધુ પાણી કેનાલમાં વહેતુ થાય એટલે સાવ હલકી કક્ષાની બનાવેલી કેનાલો તૂટી જાય છે. જયારે દેલાણા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બધીબેન આયરના પતિ રામભાઈ આયરના જણાવ્યા મુજબ ખેડૂતો કેનાલના મેઈન ગેટ બંધ કરાવીને વધુ પાણી છોડાવતા હોવાથી કેનાલમાં પાણી ઓવરફ્‌લો થાય છે અને કેનાલો વધુ પડતા પાણીનો ભાર સહન ના કરી શકતા તૂટી જાય છે,અને ખેડૂતોને નુકશાન થાય છે. 

Tags :