પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોને દેવામાફી સહિતની માંગને લઈને પાસ નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે. જેના સમર્થનમાં પાલનપુર ખાતે પાટીદારો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. જોકે, પોલીસે ઉપવાસ પર બેઠેલા ૨૦ જેટલા પાટીદારોની અટકાયત કરી હતી. પાલનપુરની કલેક્ટર કચેરી સામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ ધરણાં યોજી પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યુ હતું. જેમાં ઉપવાસ આંદોલનમા ભંગાણ પાડતા પોલીસે ૨૦ પાટીદારોની અટકાયત કરી હતી.
મંજૂરી વગર પ્રતિક ઉપવાસ પર પાટીદારો બેઠા હતા. જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. ત્યારે પોલીસે ૧૦ જેટલા વિદ્યાર્થીઓ સહિત ૨૦ પાટીદારો ની અટકાયત કરતા વાતાવરણ ઉત્તેજનાસભર બન્યું હતું.