થરાદ પંથકમાં વાહન અક્સ્માતના બે બનાવો : જાનહાની ટળી

 
 
 
 
                    થરાદ વાવ હાઇવે પર બસ અને ટ્રેલર જ્યારે ડેડુવા ગામની સીમમાં બોલેરો જીપ અને કાર વચ્ચે અક્સ્માત સર્જાતાં વાહનોને નુકશાન થવા પામ્યું હતું.સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. જોકે બસ અને ટ્રેલરની ઘટનામાં અકસ્માતના પગલે મુસાફરોના જીવ અધ્ધર થવા પામ્યા હતા.
વાવ હાઇવે પર રવિવારના સુમારે થરાદ એસટી ડેપોની કુંભારડી બસ મુસાફરો ભરીને થરાદ તરફ આવી રહી હતી. ટ્રેલરનો ઓવરટ્રેક કરતાં બસ અને ટ્રેલર વચ્ચે અક્સ્માત સર્જાવા પામ્યો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.પરંતુ બસને નુકશાન થવા પામ્યું હતું અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ પણ અધ્ધર થઇ જવા પામ્યા હતા.ઘટનાને લઇને લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્‌યાં હતાં. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં          આવી હતી.
જ્યારે બીજી એક ઘટનામાં થરાદ તાલુકાના ડેડુવા ગામની સીમમાં બોલેરો જીપ અને કાર વચ્ચે ધડાકાભે અક્સ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં પણ કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો. પરંતુ તરક શામળાજી ગણેશાજી રહે.ડુવાની કાર અને સામેની જીપને નુકશાન થવા પામ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.