કેન્દ્રમાં સરકાર બનાવવા કોંગ્રેસનો એક્શન પ્લાન

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર બનાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે ભાજપને બહુમતી ન મળે તો કોઈ પણ પાર્ટી સાથે હાથ મેળવી અને કોંગ્રેસની સરકાર બનાવવા તૈયારી શરુ કરાઈ છે. જેમાં યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ખુદે કમાન સંભાળી છે જેઓએ વર્ષ 2004માં જેવી રીતે તેમણે 145 બેઠકોમાં જ મનમોહન સિંહના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર બનાવી લીધી હતી. કોંગ્રેસનો ઇતિહાસ છે કે 100 બેઠકો પાર કરતા જ સરકાર ઘડવાની રણનીતિ નક્કી કરવામાં તેમના મુકાબલો થઈ શકતો નથી. આ વખતે પણ આ કામ સોનિયા ગાંધીએ પોતાના હાથમાં લીધું છે. આ સાથે જ સોનિયા ગાંધીની એક ટીમ સક્રિય થઈ ગઈ છે.કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓ એવી છે જે રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ સાધવામાં અસહજ થશે. આ માટે રણનીતિકાર તરીકે સોનિયા ગાંધીને લાવવામાં આવ્યા છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થતા પહેલાં કોંગ્રેસ આયોજન તૈયાર કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ સહયોગીઓ સાથે મળી એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ ડ્રાફ્ટ રાષ્ટ્રપતિને આપવામાં આવશે અને એવો પ્રયાસ કરાશે કે NDAનો એક મોટો સમૂહ નરેન્દ્ર મોદી વિરોધી છે. કોંગ્રેસને એવું લાગે છે કે ભાજપને વર્ષ 2014ની સરખામણીએ આ વખતે 100 સીટનું નુકશાન થશે જેનો સીધો ફાયદો ક્ષેત્રીય દળોને થશે.કોંગ્રેસે આ રણનીતિ મુજબ અલગ અલગ રાજ્યોમાં સહયોગી પાર્ટીઓ સાથે અને તેમના પ્રમુખો સાથે સોનિયા ગાંધીની સીધી વાત કરાવી છે. એવી મિત્ર પાર્ટીઓ જે UPA કે NDAનો ભાગ નથી છતાં મોદી વિરોધમાં તેમને એક છત નીચે લાવી શકાય તેવા દળો સાથે સંપર્ક સાધવાના પ્રયાસમાં કોંગ્રેસ છે. સોનિયા ગાંધીએ અખિલેશ અને માયાવતી સાથે પણ ચર્ચા કરી છે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને ગુલામનબી આઝાદ જેણે કોંગ્રેસે જેવી રીતે કર્ણાટકમાં સરકાર બનાવી તેની પાછળ બે મોટા નેતાનો અનુભવ હતો એમ આ વખતે ગેહલોત અને ગુલામનબી આઝાદે રણનીતિ તૈયાર કરી હતી. આ વખતે આ નેતાઓને સાઉથમાં YSR અને TRS સાથે સંક્લનની જવાબદારી સોંપવામાં આવી છે.મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાને ઓડિસાના મુખ્ય મંત્રી નવીયન પટનાયક સાથે તાલ મેલ જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે કમલનાથે થોડા દિવસ પહેલાં નવીન પટનાયક સાથે વાતચીત પણ કરી હતી. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ પણ સરકારની તડોજોડ કરવામાં માહેર છે. અહેમદ પટેલ તમામ રણનીતિ પર નજર રાખી રહ્યાં છે અને સોનિયા ગાંધી સુધી રિપોર્ટ પહોંચાડી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તરફથી તમામ કિલ્લે બંધી કરી નાંખી છે હવે તમામ નજર 23મી મેના પરિણામો પર ટકેલી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.