અમદાવાદ / વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં નાસતાફરતા હાર્દિક પટેલની મુશ્કેલી વધી, હાઈકોર્ટે આગોતરા ફગાવ્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં નાસતા ફરતા આરોપી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તેણે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી હાર્દિક પટેલના કોઈ સગડ નથી તેની પત્નીએ પણ ૧૮ જાન્યુઆરીથી હાર્દિકને ન જોયો હોવાનું જણાવી ચૂકી છે.ટ્વિટ કરીને આગોતરા માંગ્યાની જાણ કરીતાજેતરમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિન જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ. જલ્દી મળીશું. જય હિન્દટ્વિટ કરી ખોટા કેસ કરાયાના આક્ષેપ કર્યાકોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના સહારે ગુજરાત સરકાર અને પોલીસ પર આક્ષેપબાજી શરૂ કરી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગી હતી. પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે નહોતો.પત્નીએ કહ્યું-૧૮ જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથીગઈકાલે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ ૫૦ ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. ૧૮ જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.હાર્દિકની વિરમગામમાં ૧૮મીએ રાજદ્રોહ કેસમાં ધરપકડ કરાઈ હતીવર્ષ ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ૨૪મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જો કે, તેણે કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા અને ભૂલ ન કરવાની શરતે જામીન આપતા એક રાત જેલમાં વીતાવીને બીજા દિવસે એટલે કે ગુરુવારે મુક્ત થતાં માણસા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની તબક્કાવાર માણસા અને સિધ્ધપુર પોલીસે ધરપરક કરતા જામીન મુક્ત થયો હતો. ત્યારથી તે ક્યાંય દેખાયો નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.