02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરમાં શોભાયાત્રા બાદ રાવણ દહન કરાયું

પાલનપુરમાં શોભાયાત્રા બાદ રાવણ દહન કરાયું   09/10/2019

પાલનપુર :અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયાદશમી પર્વની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દશેરા નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી બચ્ચે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ખાતે શ્રીરામ સેવા સમિતિ, ભગવા સ્વયંસેવક સંઘ, શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ તથા રાષ્ટ્રવાદી યુવા વાહિની દ્વારા આયોજીત શોભાયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો હતો. જે મુજબ લક્ષ્મણટેકરીથી શરૂ થઇ દિલ્હીગેટ, પથ્થર સડક, મોટીબજાર, નાની બજાર, છુવારાફળી, ત્રણબત્તી, ખોડા લીમડા, હનુમાન શેરી, ગઠામણ ગેટ, સંજયચોક, દિલ્હીગેટ, સ્ટેશન રોડ,  કિર્તિસ્તંભ, સીટીલાઇટથી ગુરૂનાનક ચોકનું પરિભ્રમણ કરી શોભાયાત્રા રામલીલા મેદાનમાં પહોચી હતી.ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી સાથે નીકળેલી શોભાયાત્રા નું ઠેરઠેર સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રા મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી. જ્યાં હજારોની મેદનીમાં ભવ્ય આતશબાજી વચ્ચે દશાસન રાવણ, મેઘનાદ અને કુંભકારણનું દહન કરવામાં આવ્યું હતુ. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આતશબાજીનો આનંદ માણ્યો હતો. રાવણ દહન બાદ લોકોએ ફાફડા જલેબીની જ્યાફ્‌ત માણી હતી.

Tags :