તલોદ માર્કેટયાર્ડ ઓફિસની પાછળ ગાંજાની પડીકીઓ બનાવી વેચતા ઈસમને ૬૮ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

તલોદ માર્કેટયાર્ડ ઓફિસની પાછળ ગાંજાની પડીકીઓ બનાવી વેચતા ઈસમને ૬૮ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
 
હિંમતનગર
સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે રાજ્યમાં યુવાધનને ડ્રગ્ઝના રવાડે ચડતું અટકાવવા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સના કેસો કરવાની સ્પેશિયલ ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાંથી નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પો. ઈન્સ. એમ.ડી. ઉપાધ્યાયને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે  તલોદ માર્કેટયાર્ડમાં આવેલ ઓફિસની પાછળના ભાગે પતરાના શેડ નીચે આશારામ વણઝારા નામનો માણસ જુના બારદાનનું કામ કરવાની આડમાં બહારથી ગાંજો લાવી નાની નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરી   યુવા પેઢી ને બરબાદ કરવાનું કામ કરે છે....જે બાતમી હકીકત આધારે.એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ. ડી.ઉપાધ્યાય. તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.પરમાર તથા એચ. એમ. કાપડીયા  તથા એસ.ઓ. જી.સ્ટાફના ધર્મેન્દ્ર સિંહ,  જીતેન્દ્રસિંહ,   મહેન્દ્ર સિંહ,  અપેન્દ્રસિંહ,  રમણ ભાઈ, ધર્મેન્દ્રસિંહ,   સુરેખા બેન,   તારાબેન,   દશરથભાઈ વિગેરે. એસ. ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા તલોદ માર્કેટયાર્ડમાં આવેલી ઓફિસની પાછળ રેઈડ કરતાં આશાજી ઊર્ફે આશારામ માવજી વણઝારા રહે. રામનગર તલોદ નામનો ઈસમ મળી આવતાં તેને પકડી તપાસ કરતાં તેની પાસેથી ગાંજો ૬૮ ગ્રામ તથા પ્લાસ્ટિકની પડીકીઓ બનાવવાનો રોલ મળી આવેલ.તેમજ ૧ મોબાઈલ ફોન તથા રોકડ રકમ ૫૪૦૦/- રૂપિયા મળી કુલ રૂપિયા ૬૫૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.