કાતિલ પવનોથી ગુજરાત ઠંડુંગાર : માઉન્ટ આબુમાં બરફના થર જામ્યા

 ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને શીત લહેરની અસર હેઠળ ઉત્તરના સીધા પવન રાજસ્થાનના રણ પ્રદેશ થઈ ગુજરાત તરફ આવતા રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી જ્યાં લઘુત્તમ તાપમાનના પારો 5.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. જ્યારે ડીસા ખાતે પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે વધુ ઠંડી નોંધાઈ હતી.
 
પડોશી રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી હતું. જોકે શુક્રવારે ગગડીને 2.4 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો વધારો થતાં માઉન્ટ આબુમાં ખુલ્લામાં પડેલા પાણીના પાત્રોમાં બરફ બાજી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.