02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બિહાર અને આસામમાં પુરથી મૃતાંક વધીને ૧૬૦ પર પહોંચ્યો

બિહાર અને આસામમાં પુરથી મૃતાંક વધીને ૧૬૦ પર પહોંચ્યો   22/07/2019

ગુવાહાટી : આસામ અને બિહારમાં પુર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોતનો આંકડો વધીને આજે ૧૬૦ ઉપર પહોંચ્યો હતો. આસામમાં પુરથી વધુ ૧૨ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૬૦ ઉપર પહોંચ્યો છે જ્યારે અહીં ૪૪ લાખ લોકો હજુ પણ પુરના સકંજામાં છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૦૦ ઉપર પહોંચી ગયો છે.  પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની Âસ્થતિ ગંભીર બનેલી છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત થતાં મોતનો આંકડો ૧૦૦ ઉપર પહોંચ્યો છે. મધુબાની જિલ્લામાં વધુ ચાર લોકોના મોત થતાં અહીં ૧૮ના મોત થઇ ચુક્યા છે.

Tags :