02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટમાં ઠાકરેરાજ : ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન

મહારાષ્ટમાં ઠાકરેરાજ : ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન   29/11/2019

મુંબઈ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તાજપોશી કરવામાં આવી હતી. આની સાથે જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ શાસનની શરૂઆત થઇ છે. સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે. એનસીપીના નેતા શરદ પવાર અને અન્યોની ઉપÂસ્થતિમાં આ શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સાંજે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ પહેલા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો દોર છેલ્લા કેટલાય દિવસથી જારી રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષામાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના એકનાથ શિંદેએ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ અન્યોએ ક્રમશઃ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા ત્યારે જારદાર આતશબાજી પણ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના ૧૮માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે મનોહર જાશી અને નારાયણ રાણે બાદ આ હોદ્દા પર પહોંચનાર શિવસેનાના ત્રીજા નેતા બન્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરના દિવસે જાહેર થયા બાદ એક મહિના પછી મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ છે. પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણ જાવા મળ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યા બાદ તરત જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે અઢી અઢી વર્ષ માટેની ફોર્મ્યુલાની વાત કરી હતી પરંતુ ભાજપે આવી કોઇ ફોર્મ્યુલા હોવાનો ઇન્કાર કરી દીધો હતો. આનાથી નારાજ ઠાકરેએ સરકાર સાથે રચનાને લઇને મંત્રણા રોકી દીધી હતી અને કહ્યું હતું કે, જુઠ્ઠાણાની વાત કરવી ચલાવી લેવાશે નહીં. ભગવા પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તુટી ગયા બાદ એક નવા ગઠબંધનની શરૂઆત થઇ છે. 

Tags :