પાલનપુરના એરોમા સર્કલ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહને ટક્કર મારતા મહિલાનું મોત

પાલનપુર એરોમા સર્કલ પર મોડીરાત્રે અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
 
પાલનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં ગત મોડીરાત્રે એક અજાણી મહિલા એરોમા સર્કલ નજીક હાઇવે ક્રોસ કરી રહી હતી. ત્યારે પુરઝડપે પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેણીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા વાહનના ટાયર નીચે કચડાઇ જતાં તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસે આવી મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તેની ઓળખવિધી માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.