02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / બાયડના ઓઢા-ટોટુ ગામ નજીક ઉભરાણના ૪૩ વર્ષીય યુવકનો કેનાલ માંથી મૃતદેહ મળતા ચકચાર

બાયડના ઓઢા-ટોટુ ગામ નજીક ઉભરાણના ૪૩ વર્ષીય યુવકનો કેનાલ માંથી મૃતદેહ મળતા ચકચાર   06/03/2019

  અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ઓઢા અને ટોટુ નજીક અહેમદપુરા ગામ નજીકથી પસાર થતી ડાબા કાંઠાની વાત્રક મુખ્ય કેનાલ માં પાણીમાં યુવકનો મૃતદેહ તણાઈ આવતા કેનાલની આજુબાજુમાં ખેતરમાં કામ કરતા લોકો અને ગ્રામજનો દોડી આવ્યા હતા સાઠંબા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક યુવાન ઉભરાણ ગામનો પ્રાથમિક તપાસમાં જણાતા મૃતક યુવકના પરિવારજનોને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પાણી બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
  માલપુર તાલુકાના ઉભરાણ ગામનો પરિમલ હસમુખ ભાઈ સુથાર (ઉં.વર્ષ-૪૩) ગામનો યુવાન ત્રણ દિવસથી ઘરે થી સંબંધીના ત્યાં જવાનું કહી નીકળ્યો હતો ત્યારે મંગળવારે બાયડ તાલુકાના ઓઢા અને ટોટુ નજીક  અહેમદપુરા ગામ નજીકથી પસાર થતી કેનાલ માંથી પાણીમાં તરતો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી મૃતક યુવક પરિમલ સુથારને ૫ વર્ષ અગાઉ અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માનસિક સંતુલન બરાબર ના હોવાથી અકસ્માતે વાત્રક કેનાલમાં પડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા સાઠંબા પોલીસે મનુભાઈ જેઠાભાઇ સુથાર ની ફરિયાદના આધારે અકસ્માતે મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Tags :