02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાના મોટી-ઈસરોલ નજીક ટ્રક આગમાં લપેટાઈ ઃટાયર ધડાકા સાથે ફાટતા અફડાતફડી

મોડાસાના મોટી-ઈસરોલ નજીક ટ્રક આગમાં લપેટાઈ ઃટાયર ધડાકા સાથે ફાટતા અફડાતફડી   24/05/2019

અરવલ્લી  ; અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા નાના-મોટા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે શામળાજી-મોડાસા રાજ્યધોરી માર્ગ પર મોટી-ઈસરોલ ગામ નજીકથી પસાર થતા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતાં ટ્રક થોડીક જ મિનિટોમાં રાખ માં ફેરવાયો હતો ટ્રકના ટાયર આગ ના પગલે ધડાકાભેર ફાટી નજીક પસાર થતા વીજતાર સાથે અથડાતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો સમયસૂચકતા વાપરી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાંથી કૂદી પડતા બંને નો આબાદ બચાવ થયો હતો
       શામળાજી તરફથી મોડાસા તરફ આવતા ટ્રકમાં મોટી ઈસરોલ ગામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસેથી પસાર થતા ટ્રકમાં આગ લાગતાં “ધ ર્બનિંગ ટ્રક” ના દ્રશ્યો સર્જાતા ટ્રક ચાલકે ટ્રક થોભાવી દીધી હતી 
ટ્રકમાં ભીષણ આગ લાગતાં ટ્રકમાં રહેલો માલસામાન બળીને આગમાં સ્વાહા થયો હતો ટ્રકના ટાયરમાં આગ લાગતાં ધડાકાભેર ફાટી હવામાં ઉછળી નજીક રહેલા વીજતાર પર પડતા શોર્ટ-સર્કિટ થી વીજપુરવઠો ખોરવાયો હતો 
ટ્રકમાં ભીષણ આગના પગલે વાહનવ્યવહાર થંભી જતા ૩ કિમી ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લે તે પહેલા ટ્રક આગમાં સ્વાહા થઈ ગયો હતો ફાયરબ્રિગેડે ટ્રકમાં લાગેલી આગ અન્ય વાહનોમાં કે આજુબાજુના વિસ્તારમાં ન પ્રસરે તેની તકેદારી રાખી હતી.

Tags :