02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / હિમેશ રેશમિયાએ રાનુ મંડલ પાસે બીજું ગીત ગવડાવ્યું, રેકોર્ડિંગ વીડિયો શૅર કર્યો

હિમેશ રેશમિયાએ રાનુ મંડલ પાસે બીજું ગીત ગવડાવ્યું, રેકોર્ડિંગ વીડિયો શૅર કર્યો   31/08/2019

પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશનની નજીક ગીત ગાઈને ગુજરાન ચલાવનાર રાનુ મંડલ આજકાલ ચર્ચાઓમાં છે. હાલમાં જ તેમણે હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું સોંગ ‘તેરી મેરી કહાની’ રેકોર્ડ કર્યું હતું. હવે, રાનુએ આ જ ફિલ્મનું બીજું ગીત હિમેશ સાથએ રેકોર્ડ કર્યું હતું. રાનુ મંડલનો આ વીડિયો પોસ્ટ કરીને હિમેશે કહ્યું હતું, ‘તેરી મેરી કહાની’ના દમદાર પ્રદર્શન બાદ રાનુ મંડલનાં સુરીલા અવાજમાં ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નું બીજું ગીત ‘આદત’ રેકોર્ડ કર્યું. 

 

 

આ ગીતની નાનકડી ઝલક. આ આલાપ તથા વોઈસ ઓવર ગીતની થીમ છે. તમારા પ્રેમ તથા સાથ માટે આભાર રાતોરાત સેલિબ્રિટી બનેલા રાનુનાં લગ્ન મુંબઈમાં બાબુલ મંડલ સાથે થયાં હતાં. લગ્નના થોડી સમય પછી તે વિધવા બની ગયાં અને પશ્ચિમ બંગાળ પરત આવી ગયાં હતાં અને રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. તેમનાં મેકઓવરનાં વીડિયો પણ સામે આવ્યાં હતાં, જેને લઈને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ હતી. લતા મંગેશકરનું સોન્ગ ગાયું હતું રાનુનાં વીડિયોને 'બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ' નામના ફેસબુક અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ગ્રે હેર અને ચહેરા પર એક સ્માઈલ સાથે તેઓ કર્ણપ્રિય અવાજમાં સિંગર લતા મંગેશકરે ગાયેલું ગીત ગાઈ રહ્યાં હતાં. 'એક પ્યાર કા નગમા હૈ' સોંગ વર્ષ ૧૯૭૨માં આવેલી 'શોર' ફિલ્મનું છે. ફેસબુક પર તેમના વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. હાલ તેમને કોલકાતા, મુંબઈ, કેરળ અને બાંગ્લાદેશમાં પણ મ્યૂઝિક ઇવેન્ટમાં પર્ફોર્મ કરવાની ઓફર મળી રહી છે.

Tags :