ભિલોડામાં બૂટલેગરે ઘરમાં જ દારૂ સંતાડ્યો, પોલીસે 4 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

ભિલોડા: ભાણમેર ગામે બૂટલેગરે ઘરમાં રાખેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. ઘરમાં શોરૂમ હોય તેવી રીતે તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલા ભોંયરામાં સંતાડી હતો. પોલીસે 3,93,550નો વિદેશી દારૂ અને રોકડા 77 હજાર કબજે કર્યા હતા.
ભાણમેરનો દિલીપ ઉર્ફે દાદુ સકરાભાઈ ડામોરેએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે ભિલોડા પોલીસે રેડ કરીને બંધ મકાનનું તાળું તોડીને તિજોરી, કબાટ અને રસોડાના ભોંયરામાંથી વિદેશી દારૂ અને બીયરના 1308 નંગ કબ્જે કર્યા હતા. બૂટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.