પાલનપુર બે ગઠિયાએ કાર ગંદી થઇ છે તેમ કહી ગાડીમાંથી રૂ.૨.૯૦ લાખ લઈ પલાયન

બનાસકાંઠા
બનાસકાંઠા

 પાલનપુર સિમલાગેટ વિસ્તારમાં દેના બેન્કમાંથી શિક્ષણ મંડળીનો ચેક વટાવી રૂ.૨.૯૦ લાખ લઈ નીકળેલા શિક્ષક પુત્ર ગાડીમાં ઘરે જતી સમયે બે શખ્સોએ આવીને”કાર ગંદી થઇ છે”તેવું કહી કારમાંથી બહાર બોલાવી કારમાં પડેલા રૂ.૨.૯૦ લાખ લઈ ફરાર થઈ જતાં શિક્ષક પુત્રએ ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરના હનુમાન ટેકરી પલક જીવન જ્યોત સોસાયટીમાં રહેતા હિતેશકુમાર હેમાભાઇ પરમાર સોમવારે પોતાના શિક્ષક પિતાની પ્રાથમિક શિક્ષક મંડળીનો ચેક વટાવવા કાર લઇ આવ્યા હતા.અને કાર બેંક નજીક બી કે મેડિકલની પાછળની ગલીમાં પાર્ક કરી દેના બેંકમાં ગયા હતા.
રૂ.૨,૯૦,૦૦૦ લઇ પરત કારમાં ઘરે ફરતી સમયે એક શખ્સે આવી હિતેશ કુમારને”તમારી કાર પાછળથી ગંદી થઇ છે”તેવું કહી બહાર બોલાવ્યા હતા.અને નજીકમાં ઉભેલી પાણીપુરીની લારી પરથી પાણી લઇ સાફ કરવાનું કહેતા હિતેશભાઇ પાણી લેવા જતાં બીજો શખ્સ આવી કારમાં પડેલા રૂ.૨,૯૦,૦૦૦ લઈ ફરાર થઈ ગયો હતો.જો કે તે બાદ આજુબાજુ તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં છેવટે શિક્ષક પુત્ર હિતેશભાઇએ પુર્વ પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.