પાલનપુર ખાતે યોજાનારી સ્પર્ધામાંથી છેવટે પાકિસ્તાની રેસલરોની બાદબાકી

પાલનપુર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય રેસલિંગ સ્પર્ધા વિવાદના વમળમાં ફસાઈ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ૨ પાકિસ્તાની રેસલરોએ ગુજરાતીઓ વિષે કરેલી અપમાન જનક ટિપ્પણી સામે હિન્દૂ સંગઠનોએ ભારે વિરોધને સામે આયોજકોએ ઝુકતા પાકિસ્તાની રેસલરોને સ્પર્ધામાંથી બાકાત કરવાની ફરજ પડી છે.
 
પાલનપુર ખાતે આગામી છઠ્ઠી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય રેસલિંગ સ્પર્ધા યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ૨૩ સહિત ૨ પાકિસ્તાની રેસલર ભાગ લેવાના છે. જો કે, ૨ પાકિસ્તાની રેસલરોએ પાલનપુરના રેસલર રવિ પ્રજાપતિને ધમકી આપતો અને ગુજરાતીઓ વિષે અભદ્ર ટિપ્પણી કરતો વિડિઓ વાયરલ કર્યો છે. જેની સામે હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હિન્દૂ સંગઠનોએ પાકિસ્તાની રેસલરોના વિઝા રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર સંદીપ સાંગલેને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને પાકિસ્તાની રેસલરો આવશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળશે તેવી ચીમકી પણ આપી હતી. પાકિસ્તાની રેસલરોની નાપાક હરકતને લઈને જિલ્લાભરમાં વિરોધનો વંટોળ વધ્યો છે. ત્યારે વધતા જતા વિરોધ વચ્ચે લોકમિજાજ પારખી જતા સ્પર્ધાના આયોજકોને ઝુકવું પડ્‌યું હતું. અંતે આજે તેઓએ મીડિયા સામે આવ્યા હતા. જયાં તેઓએ કેમેરા સામે ૨ પાકિસ્તાની રેસલરને સ્પર્ધામાંથી દૂર કરવાની ફરજ પડી હતી. જોકે, ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર પાકિસ્તાની રેસલરોને પોતાના કોમર્શિયલ હેતુને પાર પાડવા માટે આમંત્રણ આપનાર આયોજક સામે પણ લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.