સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા સી.જે.પટેલ

રખેવાળન્યુઝસાબરકાંઠા: નિયામકશ્રી શ્રમ (ડાયરકેટર ઓફ લેબર), ગાંધીનગર સી.જે.પટેલ (ૈંછજી)ની બદલી થતા સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થતાં શ્રી સી.જે.પટેલે. મંગળવારના રોજ સાબરકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેનો હવાલો સંભાળી લીધો છે.
વર્ષ ૨૦૦૭ માં ભારતીય વહિવટી સનદી સેવા સંવર્ગની (ૈંછજી) સેવાઓમાં કાર્યરત છે. મોરબી જિલ્લાના રંગપર ગામના તેઓ વતની છે અને શૈક્ષણિક લાયકાતમાં તેઓશ્રી બી.ઇ.સીવીલની પદવી ધરાવે છે. ભારતીય વહિવટી સેવામાં જોડાઇને પ્રથમ કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુપેરે ફરજ બજાવી ચુક્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના કાર્યકાળ દરમિયાન જિલ્લાના વિકાસ અને પ્રજાકિય પ્રશ્નો ઉકેલવામાં શ્રી સી.જે.પટેલે બહુવિધ પ્રકારની કામગીરી સરાહનીય રહી છે.
સ્વભાવે સરળ અને સાલસ, સંવેદનશીલ જિલ્લા કલેકટર સી.જે.પટેલ સામાન્ય લોકોનો પ્રશ્નો ઉકેલવા હંમેશા તત્પરાતા દાખવે છે. તેમના વહિવટી અનુભવનો લાભ જિલ્લાની પ્રજાને મળશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.