02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / કાંકરેજ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાનાં એંધાણ : વરસાદ વિના ખેતરો સૂકાયાં

કાંકરેજ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાનાં એંધાણ : વરસાદ વિના ખેતરો સૂકાયાં   10/08/2018

 કાંકરેજ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાનાં એંધાણ : વરસાદ વિના ખેતરો સૂકાયાં
 
 
(પ્રતિ.) કંબોઈ
ઘાસચારાની અછત ઉભી થઇ છે અને પિયત કરવા બોર ચાલુ કરવા પડયા છે. વીજ પુરવઠો માત્ર આઠ કલાક મળવાથી પાક સુકાય છે, આકાશમાં વાદળ છવાયા રહેશે પરંતુ વરસાદ હાથતાળી આપે છે અને ધરતી પુત્રો આકાશ સામે દેખી રહ્યા છે અને એરંડા અને કઠોળ ઘાસચારોની વાવણી કર્યા વગર ખેડૂતો બેઠા છે. આ વર્ષે વરસાદની આશાએ ખેડૂતોએ  બોરવેલના પાણીએ કપાસ એરંડાની ખેતી મોટા પ્રમાણમાં કરી દીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યો છે. જો વરસાદ વધુ ખેંચાય તો ધરતી પુત્રોને  રાતા પાણીએ નાહવાનો વારો આવશે.
આ વર્ષે ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વાવણીલાયક પણ વરસાદ થયો નથી, ત્યારે હાલમાં વરસાદ થાય તેવી કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવતી નથી. પરિણામે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેમાં કાંકરેજ તાલુકામાં દુષ્કાળના ઓળા ઉતાર્યા છે, આ વિસ્તારમાં પાણીના તળ ઘણા ઊંડા છે, તેમાંય આ વર્ષે વરસાદે હાથ તાળી આપતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ત્યારે અત્યારે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા રહે છે અને વાતાવરણ પણ વરસાદી બંધાયું રહેશે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડી આશા રાખી રહ્યા છે પણ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ વરસાદનું એક ટીપુંય       પડતું નથી. 
જયારે અડધો અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે તો પણ અત્યારે ઉનાળાનો આભાસ થઈ રહ્યો છે દિવસે અસહ્ય ગરમી અને બફારાનો ભોગ લોકો પરેશાન થઈ રહ્યા છે.  આ વર્ષે વરસાદ ખેંચાતા કાંકરેજ તાલુકામાં દુષ્કાળના ઓળા ઉતર્યા છે ઘાસચારહ્‌ની તંગી સર્જાઈ રહી છે ખેડૂતો ચોમાસુ વાવણી કરી શક્યાં નથી અને માત્ર કપાસની વાવણી થોડી માત્રામાં કરી છે તે પણ વરસાદ વિના સુકાઈ રહી છે તેમાં ખેડૂતો બાજરી જુવાર અડદ મગ જેવી ખેતી કરી શક્યાં નથી અન ખેતરો અને નદી નાળા તળાવો કોરા પડયા છે, વરસાદની આશા રાખી ખેડૂતો ઘાસચારાની વાવણી કર્યા વિના  બેઠા છે પરંતુ આકાશમાંથી એક પણ છાંટો પડતો નથી અને અસહ્ય ગરમી પડે છે, ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાએ હાથતાળી આપતા ધરતી પુત્રોને રોવાનો વારો આવ્યો છે. જો થોડા દિવસ વરસાદ ખેંચાશે તો કાંકરેજ તાલુકાની પરિસ્થિતિ બગડશે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે લીલો દુષ્કાળ પડ્‌યો તો આ વર્ષે વગર વરસાદે સૂકો દુષ્કાળ પડવાના એંધાણ છે.
કાંકરેજ તાલુકામાં થઈ બનાસ નદી પસાર થાય છે પણ આ નદી વર્ષોથી કોરી ધાકોર છે અને બહુ માફિયાઓએ કબજો જમાવ્યો છે ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદી કોરી રહેતા આ વિસ્તારમાં પાણીના તળ ઘણા ઊંડા ગયા છે વીજળી પણ માત્ર આઠ કલાક આવેછે તેથી ખેડૂત પૂરતું પિયત પણ કરી શકતો નથી અને જે વાવણી કરી છે તે સુકાઈ રહી છે ત્યારે આ વિસ્તારના લોકો મોટાભાગે પશુધન પર નિર્ધાિરત છે પરંતુ વરસાદ ના આવતા ઘાસચારો ખૂટી ગયો છે તો સરકાર દ્વારા સર્વે કરી દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેવી ખેડુતોની માંગ ઉભી થવા માડી છે. વરસાદ વિના ખેતરો ખાલી પડયા છે. વાવણી કરવામાં ખેડૂતો લેટ પડી રહયા છે અને વરસાદના પાણી વિના પાક સુકાઈ રહ્યો છે.

Tags :