02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા તાલુકા પંચાયતના પાંચ સભ્યો સસ્પેન્ડ

ચાણસ્મા તાલુકા પંચાયતના પાંચ સભ્યો સસ્પેન્ડ   02/06/2019

ચાણસ્મા : ચાણસ્મા તાલુકા પંચાયતના પાંચ સભ્યો એ પ્રમુખ-ઉપ્રમુખા ચુંટણી સમયે પક્ષના વિક્ષનો અનાદર કરી બળવો કરતાં તમામ સભ્યોને ગેર લાયક ઠરાવવા માટે વર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવતાં વિકાસ કમિશનર દ્વારા તમામ પાંચ સભ્યોને હોદા પરથી દુર કરવાનો આદેશ કરતાં ચાણસ્માના રાજકરણમાં ગરમાવો આવી રહ્યો છે. 
ચાણસ્મા તા.પંચાયતની ચુંટણીમાં ૧૮ બેઠકો કોંગ્રેસ પક્ષને ૧પ અપક્ષને ર તેમજ ભાજપના ૧ ઉમેદવાર વિજેતા બન્યા જેમાં પક્ષના આદેશથી પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે કોકિલાબેન કનૈયાલાલ પટેલની વર્ણી થઈ હતી. આ સમયગાળા દરમિયાન ચુટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યોના આંતર કલહને કારણે રાજકીય અસ્થીરતા સર્જાઈ હતી. અને બીજી ટર્મ માટે તા.ર૦-૬-ર૦૧૯ના રોજ યોજાયેલ ચુંટણીમાં પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે ગેમરભાઈ દેસાઈ અને ઉપ પ્રમુખ  માટે સરલાબેન ઠાકોરના નામના મેનડેડ આપી તેમની તરફેણમાં મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો.પરંતુ ખુદ કોગ્રેસ પક્ષના પ સદસ્યોએ બળવો કરી ઉમેદવારી નોધાવી  હતી પરંતુ તેમનો ચુંટણીમાં કારમો પરાજય થયો હતો.
કોગ્રેસ પક્ષમાં બળવો કરનાર ભૂતપૂર્વ મહિલા પ્રમુખ કોકિલાબેન કનૈયાલાલ પટેલ, કૈલેશ હરીભાઈ પટેલ, ધિરાજી પથુજી ચાવડા, કૈલાશબા ભરતસિંહ સોલંકી અને કલાવતીબેન ગોપાલજી ઠાકોર વિરૂધ્ધ પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે નામો નિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી.
જેનો ગતરોજ ચુકાદો આવતાં  તમામ પાંચ સભ્યોને કોગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરયો હતો.અત્રે એ યાદ રહેકે મતદાન સમયે સભા સ્થળ છોડી બળવાખોર સભ્યો દ્વારા જન મોરચા નામનો નવીન પક્ષ રચવામાં આવ્યો હતો. આ ચુકાદાને વર્તમાન પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ આવકાર આપ્યો જ્યારે બળવા ખોર સભ્યોએ સમગ્ર ચુકાદાને ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પડકારવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. 
બોક્ષ ઃ- તા.પંચાયતમાં આજે પણ કોગ્રેસની સ્પષ્ટ બહુમતી છે.
ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે  પાંચ સભ્યોનું સભ્ય પદ રદ થતાં તા. પંચાયતની હાલની સતા પર કોગ્રેસની બોડીને કોઈ અસર થશે નહિ. તા.પંચાયતના ૧૮ સદસ્યો પૈકી ર અપક્ષ અને ૧ ભાજપ સભ્ય હતા. જ્યારે ૧પ  સભ્યો કોગ્રેસમાં ચુંટાયા હતા. આ પૈકી ચાર સભ્યોએ બળવો કર્યો અને ૧ મહિલા સભ્યએ રાજીનામુ આપ્યું હતું. હાલમાં અમારી પાસે ૧ અપક્ષ મળી ૧ર સભ્યો સાથે પુરતી બહુમતી છે. તા.વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે પક્ષાંતર ધારા હેઠળ પાંચ સભ્યોનું સભ્ય પદ રદ થયા પછી પણ હાલની બોડીને કોઈ અસર થશે નહિ.

Tags :