લાખણીના મેડિકલ સ્ટોર્સમાંથી ધોળા દિવસે ટેણીયો ૬૦ હજાર સેરવી ગયો

 લાખણીના મેડિકલ સ્ટોર્સમાંથી ધોળા દિવસે ટેણીયો ૬૦ હજાર સેરવી ગયો 
 
 
લાખણી
લાખણી ખાતે આવેલી ભૂમિ મેડિકલ સ્ટોર્સમાં સવારના સમયે એક ટેણીયો કેસ કાઉન્ટરમાંથી ૬૦ હજારની રોકડ ઉપાડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાબતે મેડિકલમાં કામ કરતા યુવકે આગથળા પોલીસ મથકે લેખિત રજૂઆત કરતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
લાખણી ખાતે ગેળારોડ ઉપર ચામુંડા હોસ્પિટલના બાજુમાં આવેલી ભૂમી મેડિકલ સ્ટોર્સના માલિક સવારના સમયે બાજુમાં આવેલી ચામુંડા હોસ્પિટલમાં ગયા હતા. તે સમયે સવારે ૦૯ઃ૪૫ વાગ્યે એક ટેણિયો આવીને મેડિકલ સ્ટોર્સના કેશ કાઉન્ટરમાંથી આગળની પડેલી સિલક ના પડેલા ૫૮૫૦૦/- તેમજ બીજા ૧૫૦૦/- રૂપિયા મળી કુલ ૬૦ હજારની રકમ સેરવી ગયો હતો. જેથી બે દિવસ પહેલા ગેળામાં કારખાનામાં તેમજ મંદિરમાં થયેલી ચોરી બાદ લાખણીમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
આ ચોરી બાબતે મેડિકલમાં કામ કરતાં કલ્પેશ ઠાકોરે આગથળા પોલીસ મથકે લેખિત રજૂઆત કરતાં પોલીસે ટેણીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.