ડીસા હાઈવે પર તોડી પડાયેલ ડીવાઈડરો જાખમી

 ડીસા : ડીસાથી પસાર થતાં નેશનલ હાઇવે પર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક લોકો દ્વારા આ હાઇવે પર ઓવર બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી. આ માંગને પગલે ભારત સરકાર દ્વારા નવો  ફ્‌લાયઓવર મંજૂર કરી કામગીરી હાથ ધરાયા  બાદ હવે મોટી સમસ્યા ઉદભાવી છે.
ડીસા શહેર માથી પસાર થતાં   હાઇવે પરથી પસાર થતાં વાહનોની ગતિ ખૂબ જ વધારે હોય છે જેથી જોખમી ઢબે રસ્તો ક્રોસ કરી રહેલા આ વાહન ચાલકો ગમે ત્યારે કોઈ મોટી હોનારતનો ભોગ બની શકે છે. અહીથી પસાર થતાં   વાહનોની સ્પીડ લગભગ ૧૦૦થી વધુની હોય છે અને તેવામાં માત્ર એક નાનકડી ચૂક પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ માર્ગ પર ફલાય ઓવર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના માટે હાઇવેના ડીવાયડરો પર પિલલર બાંધવા માટે ડીવાયડરોને તોડી પાડવામાં આવ્યા છે. જેને પગલે આ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો જોખમ લઈને ખતરનાક ઢબે રોડ ક્રોસ કરી રહ્યા છે. આ ઝોખમી ડીવાયડરોના લીધે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે હવે વધુ અકસ્માતોની ઘટના ન બને અને  વધુ લોકોને જીવ ન ગુમાવવા પડે તે માટે સ્થાનિકો રહીશો  પણ આ ડીવાયડરોને બંદ કરવાની માંગ કરી રહ્યા છે.  
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અત્યારે ડીસા શહેરમાં ફલાયઓવરનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે અને લોકોની સુખાકારી માટે તૈયાર થઈ રહેલો આ ફલાયઓવર કોઈના માટે જીવલેણ સાબિત થાય તે પહેલા હાઇવે ઓથોરીટી દ્વારા તોડી પાડવામાં આવેલા ડીવાયડરોને બંદ કરી દઈ જરૂર જણાય ત્યારે જ તેને ખોલીને પિલલર બાંધવામાં આવે તો અસંખ્ય લોકોના જીવ બચાવી શકાય  તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.