રાજ્યમાં ફરી વરસાદી માહોલની શકયતા, 48 કલાકમાં અનેક સ્થળે વરસાદની આગાહી

 
રાજ્યભરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશભરમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના અનેક સ્થળોએ આવનારા 48 કલાકમાં વરસાદ પડી શકે છે. હવાખાન વિભાગે આ વિશે વધુમાં કહ્યું છે કે હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનુ નિર્માણ થયુ છે. દેશના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો આગામી 21 થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
 
ગુજરાતની વાત કરીએ તો ભારે બફારા બાદ ગુરુવારે જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
 
 
આ વિસ્તારોમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાત તથા તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચોમાસુ પૂર્ણ થવાના આરે આવ્યું અને રાજ્યમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.