02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / બોપલમાં મહિલાના ફલેટમાં જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા

બોપલમાં મહિલાના ફલેટમાં જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા   10/08/2018

અમદાવાદ: શ્રાવણ મહિનો શરૂ થવાના આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં શ્રાવણિયો જુગાર રમવાની શરૂઆત થઇ ચૂકી છે. શહેરના છેવાડાના પોશ વિસ્તાર એવા બોપલના સનસિટીમાં આવેલા એક ફલેટમાં જુગાર રમતા ૯ શખ્સોને અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમે ઝડપી લીધા છે. નવાઇની વાત તો એ છે કે આ જુગારધામ એક મહિલા ચલાવતી હતી. પોલીસે રૂ.૬૪ હજાર રોકડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને બાતમી મળી હતી કે બોપલ સનસિટીમાં આવેલા બોપલ હાર્ટના ફલેટ નં. ૪૦રમાં દક્ષાબહેન ઠક્કર નામની મહિલા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જેના આધારે એલસીબીની ટીમે ગઇ કાલે રાત્રે ફલેટ પર દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમ્યાન પોલીસે મૂકેશ પટેલ (રહે. દેતલીગામ, બેચરાજી), મૂકેશભાઇ દેસાઇ (રહે. ચાણક્યપુરી), દિલીપ ઠક્કર (રહે. ટાવરચોક, બાવળા), ઇમરાન ચૌહાણ (રહે. જુહાપુરા), મકબુલ અન્સારી (રહે. બકરામંડી, રાણીપ), ગૌરાંગ શાહ (રહે. સત્વશ્રીજી ફલેટ, નરોડા), ‌િજજ્ઞેશ શાહ (રહે. શિલ્પાલય ફલેટ, અંજ‌િલ સિનેમા), રમેશ પટેલ (રહે. દેત્રોજ)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂ.૬૪,૧ર૦ અને જુગાર રમવાનાં સાધનો કબજે કર્યાં હતાં. આરોપી દક્ષાબહેન ઠક્કરે બહારથી માણસો બોલાવી શ્રાવ‌િણયો જુગાર રમાડવાની શરૂઆત કરી હતી. ગ્રામ્ય એલસીબીએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :