02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ધીરુભાઈ અંબાણી સ્કૂલનો વિશ્વની ટોચની 10 આઈબી સ્કૂલમાં સમાવેશ

ધીરુભાઈ અંબાણી સ્કૂલનો વિશ્વની ટોચની 10 આઈબી સ્કૂલમાં સમાવેશ   07/09/2019

બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત નિતા એમ અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને ગ્લોબલ ટોપ 50 આઈબી સ્કૂલ્સ 2019માં 10મું સ્થાન પ્રાપ્ત થયું છે. દુનિયામાં ટોપ 10 ઈન્ટરનેશનલ બેકલોરેટ (આઈબી) સ્કૂલમાં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતમાં તે એકમાત્ર આ પ્રકારની સ્કૂલ છે. યુકે સ્થિત સ્વતંત્ર શૈક્ષણિક કન્સલ્ટન્ટ્સ એજ્યુકેશન એડવાઈઝર્સ દ્વારા આ આકલન કરવામાં આવ્યું છે. આ ક્રમ 2019 માટે સરેરાશ આઈબી ડિપ્લોમા ગુણને આધારે અપાયા છે.
 
ટોચની યાદીમાં સ્થાન પામેલી ઘણી બધી સ્કૂલો સમૃદ્ધ વારસો ધરાવે છે. અમુક આઈબી ડિપ્લોમા પરીક્ષાઓમાં અનન્ય પરિણામોના ટ્રેક રેકોર્ડ સાથે 100 વર્ષ જેટલી જૂની છે, જ્યારે ડીએઆઈએસની સ્થાપના 2003માં થઈ હતી અને આઈબી ડિપ્લોમા વિદ્યાર્થીઓનો તેમનો પ્રથમ બેચ 2007માં સ્કૂલમાંથી સ્નાતક થયો હતો.
 
નિતા એમ અંબાણીએ જણાવ્યું હતું કે વૈસ્વિક સ્તરે ટોપ 10 આઈબી સ્કૂલમાં સ્થાન એ ગૌરવની વાત છે. અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને સખત મહેનત સાથે અમાર શિક્ષકોની એકધારી કટિબદ્ધતાનું આ પરિણામ છે. 16 વર્ષના ટૂંક ગાળામાં અમે 100 વર્ષથી વધુ ઈતિહાસ ધરાવતી સ્કૂલોની હરોળમાં આવી ગયાં છીએ. આ સિદ્ધિ વધુ ઉત્કૃષ્ટ શિક્ષણ પૂરુ પાડવા અમને પ્રેરિત કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
 
એજ્યુકેશન એડવાઈઝર્સના એમડી લેસ વેબે જણાવ્યું હતું કે ખાસ કરીને સિંગાપોર, હોંગકોંગ અને હવે મુંબઈ પણ ટોપ આઈબી સ્કૂલોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યાં છે તે જોઈને ખશી થાય છે. મુંબઈએ મહતમત 35 સ્કોરમાંથી 39.5 પોઈન્ટ્સ મેળવ્યા છે. આઈબી પ્રોગ્રામ 156 દેશમાં 5139 સ્કૂલમાં પ્રદાન કરાય છે.

Tags :