02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અસારા ગ્રામ પંચાયતના નાણાંની ઉઠાંતરીના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ

અસારા ગ્રામ પંચાયતના નાણાંની ઉઠાંતરીના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ   12/06/2019

વાવ : વાવ તાલુકાની અસારા ગ્રામ પંચાયતમાં તા.રપ-ર-૧૯ ના રોજ રૂપિયા ૭ લાખના નાણાંની ઉઠાંતરી મુદ્દે ત.ક.મંત્રી સી.આર.પટેલે ફરિયાદ નોંધાવતા વાવ ટી.ડી.ઓ.એ તપાસનો દોર શરૂ કરતાં રૂ. ર૪.૮૦ લાખની ગેરરીતિઓ  બહાર           આવી હતી. 
જેનો રીપોર્ટ કરી ડી.ડી.ઓ.ને  મોકલતાં ડી.ડી.ઓ. એ ગત તા.૧૧-૬-૧૯ ના રોજ જીલ્લા કચેરીમાંથી તપાસ અર્થે જીલ્લા હિસાબનીશને  મોકલતાં જીલ્લા હિસાબનીશે સંડોવાયેલ તમામોના  જવાબો લઈ રીપોર્ટ તૈયાર કરી જીલ્લા કચેરી પાલનપુર રવાના થયા હતાં. જેથી કસૂરવારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જવાબદાર સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અંદાજે પ થી ૭ કસૂરવારો વિરૂધ્ધ બે દિવસમાં  એફ.આઈ.આર. નોંધાય તેવા ભણકારા વાગી રહ્યાં છે.

Tags :