વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેઓને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડાયાં હતાં પરંતુ મહત્વની બાબત તો એ છે બે ટ્રકો એટલી હદે ધડાકાભેર અથડાઇ હતી કે વડોદરા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી અને ૩ કલાકની ભારે જહેમત બાદ ૩ વ્યક્તિઓને જીવિત બહાર કાઢવામાં તેઓ સફળ થયાં હતાં.

મળતી માહિતી અનુસાર ગત રોજ રાત્રીનાં 9:30 કલાકે વડોદરાનાં ડભોઇ તાલુકાનાં અંબાવ ગામનાં પાટીયા પાસે બે ટ્રકો વચ્ચે એકાએક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓને ત્રણ કલાકની ભારે જહેમત બાદ નીકાળાયાં હતાં. આ ઘટનાને પગલે આજુબાજુનાં ગામમાંથી લોકો દોડી આવી અકસ્માતમાં ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી.

પરંતુ આ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે કેન્દ્રનાં લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડતી હતી. જેને લઇને વડોદરાથી ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. આ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખરે ત્રણ લોકોને ઇજાગ્રસ્ત રૂપે બહાર કાઢ્યાં હતાં. માત્ર એટલું જ નહીં પરંતુ આ બનાવની જાણ થતાં વડોદરા એસ.પી તરૂણ દુગ્ગલ ડભોઇનાં ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ડભોઇ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.