02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરની દેવયાની સોસાયટીની મહિલાઓ ગંદકી મુદ્દે લાલઘૂમ

પાલનપુરની દેવયાની સોસાયટીની મહિલાઓ ગંદકી મુદ્દે લાલઘૂમ   26/07/2018

પાલનપુર શહેરના આકેસણ ફાટક પાસે આવેલી દેવયાની સોસાયટી સહિતના આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ત્યારે આજે મહિલા વિરાંગનાઓ પાલિકા કચેરીએ દોડી આવી હતી. જ્યાં તેઓએ ગંદકીના નિકાલ માટેની રજુઆત કરી હતી.
પાલનપુરના આકેસણ રોડ પરની દેવયાની સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશો કપડાં, વાસણ સહિતનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર રેલાઈ દેવયાની સોસાયટીમાં ફેલાઈ રહ્યું છે. જેથી સોસાયટીમાં વગર ચોમાસે પણ ચોમાસા જેવી પરિસ્થિતિ રહે છે. અને ગંદકી ફેલાય છે.
દરમિયાન, દેવયાની સોસાયટીની મહિલાઓએ નગરપાલિકામાં ધસી આવી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રમેશભાઇ પરમારને રજૂઆત કરી ગંદકી ફેલાવનાર લોકોને નોટિસો આપવા માટે રજૂઆત કરી હતી. જોકે પાલિકાના ઓએસએ ગંદકી ફેલાવનાર દરેક રહેવાસીને નોટિસ ફટકારાશે તેવું જણાવ્યું હતું.

Tags :