02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / છઠ્ઠા તબક્કામાં ૫૯ બેઠકો માટે આજે મતદાન

છઠ્ઠા તબક્કામાં ૫૯ બેઠકો માટે આજે મતદાન   12/05/2019

નવી દિલ્હી
લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આજે મતદાન શરુ થઇ ગયું છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર મતદાન યોજાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા અનેક દિગ્ગજા સહિત ૯૭૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરનાર છે.  શાંતિપૂર્ણરીતે મતદાનની ખાતરી કરવા માટે એક લાખ ૧૩ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ ૧૬૮ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.આજે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થનાર છે. બંગાળમાં આઠ સીટ પર મતદાન થનાર છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન થશે.  બે તબક્કામાં હવે કુલ ૧૧૮ સીટ પર મતદાન બાકી છે. જેમાં આજે ૧૨મી મેના દિવસે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ લોકસભાની બાકી રહેલી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે.તેમાં અખિલેષ યાદવ, મેનકા ગાંધી, નરેન્દ્રસિંહ તોમર, દિગ્વીજયસિંહ, જ્યોતિરાદિત્ય સિંધીયા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ગૌતમ ગંભીર, શિલા દિક્ષીત વગેરેનો સમાવેશ થાય છે.

Tags :