ડીસા સહિત તાલુકામાં બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળિયો બની રહ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ડીસા હાઇવે ઉપર છોટા હાથીની ટક્કરે રાહદારીના મોતના સમાચારની હજી શ્યાહી પણ સુકાઈ નથી ત્યાં વધુ એક માર્ગ અકસ્માતની મળતી વિગતો મુજબ રાતના સમય દરમિયાન ઝેરડા ત્રણ રસ્તા નજીક આવેલ પેટ્રોલ પમ્પના વળાંક માં પુરઝડપે દોડતી ટ્રક rj 52 ga 3552 ના ચાલક સાહિદ યાકૂબખાન મુસલમાન રહે. પુનાય જી. ભરતપુર રાજસ્થાન એ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી પોતાની ટ્રક આગળ લોખન્ડની એંગલો ભરીને જતી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી જતા ટ્રકમાં બેથે ક્લીનર આરીફ ઇલીયાસખાન મુસલમાન રહે.રસુલપુર જી. ભરતપુર રાજસ્થાનનું ઘટના સથળે મોત નીપજ્યું હતું બાદમાં દોડી આવેલી ડીસા રૂરલ પોલીસે લાશ પોષ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડી ઘવાયેલા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે॰