02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / બે કારોના અકસ્માતમાં 1નું મોત, પોલીસ ચોકી પર જીપે કોન્સ્ટેબલને અડફેટે લેતા મોત

બે કારોના અકસ્માતમાં 1નું મોત, પોલીસ ચોકી પર જીપે કોન્સ્ટેબલને અડફેટે લેતા મોત   23/07/2019

શામળાજી નજીક સુનોખ પાસે બે કારોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું મોત નિપજ્યું હતું. જ્યારે રતનપુર પોલીસ ચોકી પાસે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને જીપ ડાલુએ ઉલાળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
 
શામળાજીના સુનોખ પાસે અખિલ ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. બે કારોની ટક્કર થતાં મહારાષ્ટ્રના વરદાના ગાદીપતિ ભીમસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા શામળાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેઓ અખિલ ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
 
શામળાજી નજીક રતનપુર પોલીસ ચોકી પાસે દૂધના પીકઅપ ડાલાએ ફરજ પરના કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને શામળાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. શામળાજી પોલીસે અકસ્માતના મામલે તપાસ હાથ ધરી છે. જ્યારે કોન્સ્ટેબલના મોતથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો.

Tags :