ડીસા નજીક પાટણ રોડ પર મેડીકલ વેસ્ટ ફેંકાતાં ચકચાર

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં તબીબી સેવાઓનો વ્યાપ વધવાની સાથે વિવિધ રોગોના અનેક ડોકટર ડીસામાં પોતાના આધુનિક ક્લિનીક ચલાવી રહ્યા છે.આ ઉપરાંત ભણસાલી ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલમાં પણ વિવિધ રોગોની રાહત દરે સારવાર કરવામાં આવે છે પરંતુ નિષ્ણાત તબીબોની સાથે અનેક ઉઘાડપગા ડોકટરો પણ મોતની હાટડીઓ ખોલી બેઠા છે.બી.એ.એમ. એસ અને આર્યુવેદની ડીગ્રી ધરાવતા કેટલાય ડોકટરો ગેરકાયદેસર રીતે એલોપેથીની સારવાર કરી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરી રહ્યા છે ત્યારે આવા જ કોઈ તબીબ દ્વારા ડીસાના પાટણ હાઇવે નજીક મેડિકલ વેસ્ટ તેમજ એક્સપાયર થયેલી  દવાઓનો જથ્થો ફેંકી દેવામાં આવતા આ મેડિકલ વેસ્ટ એક અબોલ એવી ગૌમાતા આરોગતા મોતને ભેટતા ચકચાર સાથે અરેરાટી મચી છે. જેના પગલે આસપાસમાં વસતા રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.રહીશોએ ભેગા થઈ આ બાબતની જાણ ડીસા બ્લોક હેલ્થ કચેરીએ કરતા તાલુકા બ્લોક ઓફિસર જીગ્નેશ હરિયાણી તાબડતોબ દોડી આવ્યા હતા અને તમામ મેડિકલ વેસ્ટ કબજે લઈ તપાસ હાથ ધરી હતી તેમજ જણાવ્યું હતું કે જાહેર સ્થળે આ રીતે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ અને દવાઓ ફેંકી શકાય નહિ સરકારના નિયમ મુજબ તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી હોય છે.તેમ છતાં જે પણ ડોકટર કે અન્ય મેડિકલ મલિક દ્વારા આમ કરાયું.હશે તેની તપાસ કરી  દોષિત  સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
હાલમાં મિશ્ર ઋતુને લઈ વાયરલ બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્‌યો છે ત્યારે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા અને તેનાથી ગાયના મોતને લઈ રહીશોમાં આક્રોશ સાથે દોષિત સામે ફિટકારની લાગણી છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.