02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસામાં ભમરાનો આતંક : ૧ મહિલાની હાલત ગંભીર, ૩ બકરાનું મોત

મોડાસામાં ભમરાનો આતંક : ૧ મહિલાની હાલત ગંભીર, ૩ બકરાનું મોત   28/12/2018

 
 મોડાસાના માથાસુલીયા ગામે ત્રણ મહિલાઓ નજીકમાં રહેલા ખેતરમાં બકરાઓ લઈ પાલો ચરાવવા જતા ખેતરમાં ઝાડ-ઝાંખરામાં પર ભમરાઓના ખોયા હોવાથી અગમ્ય કારણોસર ભમરાઓ ખોયા માંથી ઝુંડ ના ઝુંડ પાલો ચરાવતી મહિલાઓ અને બકરાઓ પર ત્રાટકી ડંખ મારતા મહિલાઓ અને બકરા ભમરાઓના આતંક થી બચવા ભારે નાસભાગ કરી મૂકી હતી ત્રણ મહિલાઓ ભમરાઓના ઝેરી ડંખ ની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલ ખસેડાતા ૧ મહિલાની હાલત ગંભીર બનતા પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી જયારે ૧૫ થી વધુ બકરાઓ ને પણ ઝેરી ડંખ ની અસર થતા ૩ બકારોના મોત નિપજતા શ્રમજીવી પરિવારો પર આભ તૂટી પડ્યું હતું 
 
મોડાસાના માથાસુલીયા ગામે ચારો ચરાવવા બકરા લઈ ખેતરમાં જતા અચાનક ભમરાઓનું ઝુંડ ચો તરફથી મહિલાઓ અને બકરાઓ પર ત્રાટકતા મહિલાઓ અને બકરા ને ઝેરી ડંખ મારતા ઘર તરફ ડોટ મુકતા શ્રમજીવી પરિવારો પણ અચંબિત બન્યા હતા મહિલાઓએ આપવીતી જણાવતા અને શરીરે ઝેર ની અસર દેખાતા શ્રમજીવી પરિવારોમાં ચિંતિત બની સારવાર અર્થે દવાખાને ખસેડવાની તજવીજ હાથધરી હતી ભમરાના ડંખ થી ત્રણ બકારાઓના મોત નિપજતા અને ૧૫ બકરા ને ઝેરી અસર થતા શ્રમજીવી પરિવારોમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી  

Tags :