SBIએ ATMથી રૂપિયા ઉપાડવાની લિમિટ ઘટાડી: જાણો હવે એક દિવસમાં કેટલી રકમ ઉપાડી શકાશે

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી થનાર ટ્રાન્જેક્શન લિમિટને ઘટાડવાનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંકે આ ફેરફાર હેઠળ પોતાના Classic and Maestro Debit Cards ની લિમિટ 40 હજાર રૂપિયા પ્રતિ દિવસથી ઘટાડી 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર આજે 31 ઓક્ટોબરથી દેશભરમાં અમલી બનાવ્યો છે.
 
એસબીઆઇ દ્વારા જાહેર એક સર્કુલર અનુસાર એટીએમ ટ્રાન્જેક્શનમાં વધતી છેતરપિંડીના કેસ અને દેશમાં ડિઝિટલ ટ્રાન્જેક્શનને વધારવાના હેતુથી એસબીઆઇ બેંકે એટીએમના ટ્રાન્જેક્શનની લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એસબીઆઇના મેનેજીંગ ડાયરેક્ટર પી.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો દ્વારા એટીએમથી 20 હજાર રૂપિયા સુધીની રકમ જ ઉપાડવામાં આવે છે અને 40 હજાર રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન મોટાભાગે છેતરપિંડી સાથે જોડાયેલા હોય છે. તેથી બેંકે ટ્રાન્જેક્શન લિમિટને ઘટાડવાનો નિર્ણય લીધો છે.
 
બેંક દ્વારા ટ્રાન્જેક્શન લિમિટ ઓછી કર્યા બાદ જો કોઈ વ્યક્તિને વધુ ટ્રાન્જેક્શન કરવા હોય તો વધુ વિડ્રોઅલવાળા ડેબિટ કાર્ડ માટે બેંકને અરજી કરવી પડશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.