02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિધ્ધપુર ડેપોને અંબાજી મેળાની ર૧ લાખની આવક

સિધ્ધપુર ડેપોને અંબાજી મેળાની ર૧ લાખની આવક   27/09/2018

 
 
સિધ્ધપુર 
હાલમાં ચાલી રહેલ ભાદરવી પૂર્ણિમા મેળામાં મુસાફરોને સેવા મળી  રહે તે હેતુથી પાલનપુર  વિભાગના સિધ્ધપુર ડેપો દ્વારા મેળા માટેની ખાસ એક્સ્ટ્રા બસોનું  સંચાલન કરી મુસાફર જનતાને  સિધ્ધપુર  ડેપો દ્વારા અવિરત સેવા આપી ડેપોના ડ્રાયવર,  કંન્ડક્ટર અને મિકેનિક દ્વારા રાત દિવસ સેવા આપી (ર૧) એકવીસ લાખની અંદાજીત આવક મેળવી લક્ષ્યાંક પ્રાપ્ત કરેલ છે. આ  મેળામાં સિધ્ધપુર ડેપોના ડેપો મેનેજર જયદિપભાઈ જાષીના માર્ગદર્શન હેઠળ મુસાફરોને અગવડતા ન પડે તે રીતે આયોજન  કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે.  સિધ્ધપુર- અંબાજી- પાટણ- રૂટનું પણ સંચાલન કરેલ હતું. 
સિધ્ધપુર ડેપોના ડેપો મેનેજરની ટીમમાં સ્ટેન્ડ ઈન્ચાર્જ  પંડ્યાજી, ત્રણેય માન્ય યુનિયનના આગેવાન રિયાજ ખાન,  હારૂન મોગલ, લક્ષ્મણ ભાઈ ઠાકોર, સંજયભાઈ  વૈષ્ણવ, વર્કશોપ, દેવસિંહ, સુભાષ પટેલ, નિતીન પટેલ, મહેમંદભાઈ તેમજ સિધ્ધપુર  ડેપો પર પોઈન્ટ પર  ટી.સી.ની ફરજ બજાવતા મનોજ પટેલ, કે.એસ.દવે, વિ.કે.ભટીયાણી, શિવુજી ઠાકોર, જે.એમ. પ્રજાપતિ, એલ.ટી. રાજપુત, અંબાજીના પોઈન્ટ પર ટી.સી.ની  ફરજ બજાવતા જયંતિભાઈ  ભીલ, દિલીપ ઠાકોર, હસુભાઈ છત્રાલીયા,  સાજીદ પોલાદી, જગદીશ  પટેલ, હસુભાઈ પટેલ, દિનેશભાઈ પરમાર,  પ્રવિણભાઈ પરમાર, જયેશ રાવલ, સાજીદ મોરજીયા, દલપતભાઈ ચૌધરી, બાબુભાઈ  શ્રીમાળી ઉત્કૃષ્ટ  કામગીરી  કરેલ છે.

Tags :