ગોઢમાંથી દેશી દારૂ - વોશનો જથ્થો ઝડપાયો

 ગોઢમાંથી દેશી દારૂ - વોશનો જથ્થો ઝડપાયો
 
 
પાલનપુર
પાલનપુર તાલુકાના ગોઢ ગામમાં તાલુકા પોલીસે ઓચિંતી રેડ કરી હતી. જ્યાંથી દેશી દારૂ- વોસનો જથ્થો કબ્જે લઇ બે બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી પાલનપુર તાલુકા પીએસઆઇ એ. વાય. પટેલે સ્ટાફ સાથે પાલનપુર તાલુકાના ગોઢ ગામમાં ઓચિંતી રેડ કરી હતી. જ્યાં મધરાજસિહ કાકુસિહ ડાભી ના કબજા ભોગવટાના ખેતરમાંથી રૂપિયા ૧૬૦૦ ના દેશી દારુ ગાળવાના વોશ ભરેલા ૨ પ્લાસ્ટિક ના બેરલ ૪૦૦ લીટર તેમજ જગતસિંહ ગુમાનસિહ ડાભીના કબજા ભોગવટાના ખેતરમાંથી રૂપિયા ૧૬૦૦નો દેશી દારુ ગાળવાના વોશ ભરેલા  ૨૦૦ લિટરના  પ્લાસ્ટિકના ૩ બેરલ તથા ૫૦૦ લિટરના પ્લાસ્ટિકના કુલ ૨ મળી કુલ રૂપિયા ૮૦૦૦નો  દેશી દારૂ- વોશ મળી આવ્યો હતો. આ અંગે તેમની સામે પ્રોહિબીશન એકટ મુજબ ગૂનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.