ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા યોજાઈ

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણસભા યોજાઇ હતી. જેમાં યુ. ડી. પી. ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા પાંચ કરોડના કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલિકાના હંગામી કર્મચારીઓના ફિકસ પગારમાં વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના નવ નિયુકત પ્રમુખ અશોકભાઇ ઠાકોર અને ઉપપ્રમુખ હેતલબેન રાવલ, ચીફ ઓફિસર પંકજભાઇ બારોટની અધ્યક્ષતામાં બુધવારે સાંજે પાલિકા હોલમાં સાધારણસભા યોજાઇ હતી. જેમાં એક થી દસ કામો અને ચેરપર્સનથી રજૂ કરેલા કામોનો વિપક્ષના સદસ્યોના વિરોધ વચ્ચે મંજુર કરવામાં આવ્યા હતા.અત્યાર સુધીની એક સભાને બાદ કરતાં બીજી વખત સભામાં કામોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા અમૃતભાઇ જોષીએ ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી, પાણી પુરવઠાના ઠરાવોને બહાલીમાં પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જે કામો બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. સાધારણસભામાં કામ નં. નવ અંતર્ગત વર્ષ ૨૦૧૮ની યુ. ડી. પી. ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ કરોડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં આગામી સમયમાં વિપક્ષ અને શાશકપક્ષના સદસ્યોની સમિતિ બનાવી આ નાણાં કયા કામો પાછળ ખર્ચવા તે નક્કી કરવા માટે જણાવાયું હતુ.
સભાના અંતે પ્રમુખ અશોકભાઇ ઠાકોરે અધ્યક્ષ સ્થાનેથી પાલિકામાં હંગામી કર્મચારીઓનો ફિકસ પગાર જે રૂપિયા ૫૭૦૦ છે. તે વધારીને રૂપિયા ૮૭૦૦ કરવાનો નિર્ણય જણાવ્યો હતો. જેને સર્વ સભ્યોએ સર્વાનુમતે મંજુર કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.