બનાસકાંઠાના સમૌ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરાયાની રજુઆત

બનાસકાંઠાના ડીસા તાલુકાના સમૌ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા થઈ હોવાની ચોંકાવનારી રજુઆત કરી ગ્રામજનોએ મોરના હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી છે. ડીસા તાલુકાના સમૌ ગામની સીમમાં લઘુમતી સમાજના બે શખ્સોએ મોરની હત્યા કરી હોવાના અહેવાલોથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.આ ઘટના સંદર્ભે ગ્રામજનોએ ડીસા ખાતેની  ફોરેસ્ટ વિભાગની કચેરીએ ધસી આવી વન વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી આવુ દુષ્કૃત્ય આચરનાર બંને શખ્સોને વિના વિલંબે ઝડપી લઇ દાખલારૂપ સજા કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો ધરાવતા મોરની હત્યા એ કાનૂની રીતે મોટો ગુન્હો બને છે ત્યારે સમૌ ગામના રહીશોની રજૂઆતને ગંભીરતાથી લઈ વન વિભાગના અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરી દોષિત જણાતા શખ્સોને દાખલારૂપ સજા કરે તે ઇચ્છનીય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.