થરા-ખારીયા રોડ પર આઇસર ગાડી-બાઈક ટકરાતાં યુવકનું મોત

 થરા :કાંકરેજતાલુકાના થરા-હારીજ-ખારીયા રોડ પર તા.૨૪/૧૨/૨૦૧૯ ના રાત્રીના દશેક વાગ્યાના આઇસર ગાડીની હડફેટમાં આવતા બાઈક સવાર યુવકનું ઘટના સ્થળ મોત થયું હતું.જાણવા મળતી માહિતી મુજબ થરા, ખારીયા, ટોટાણા-હારીજ રોડ પર ખારીયા ગામ નજીક તા.૨૪/૧૨/૨૦૧૯ના રાત્રીના દશેક વાગ્યાના રોંગ સાઈડમાં આવી રહેલ ગુરુકૃપા રોડ લાઇન્સ, થરાની આઇસર ગાડીની હડફેટમાં આવી જતાં બાઈક નં.જીજે.૮.બી ડી. ૪૯૭૭ના ચાલક એવાગામના યુવાન કાળુભા બચુભા વાઘેલા રોડની સાઇડમાં ડીવાઇડર સાથે ટકરાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮વાન દ્વારા થરા રેફરલ હોસ્પિટલ લવાયેલ. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્‌યું હોય તેવો માહોલ સર્જાયેલ. જ્યારે આઇશર ગાડી ચાલક ટક્કર મારી   ફરાર થઈ ગયો હતો.થરા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરેલ.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.