02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાંથી ૧.૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

અરવલ્લી રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાંથી ૧.૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો   14/02/2019

અરવલ્લી ગુજરાત રાજ્યમાં દારૂબંધી નો ફાયદો ઉઠાવવા બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે અમદાવાદ-ઉદેપુર ને.હાઈવે નં-૪૮ પર  આવેલ રાજેન્દ્રનગર ચોકડી પર મોડાસા રૂરલ પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શામળાજી તરફથી કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતો કારનો ચાલક નજીકમાં આવેલી હોટલના ર્પાકિંગમાં કાર પાર્ક કરી ઉભો રહી પોલીસને ચકમો આપવા જતા પોલીસે દબોચી લઈ કાર માંથી રૂ.૧૦૪૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વ્યાસ અને તેમની ટીમે રાજેન્દ્રનગર ચોકડી નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાહનોનું ચેકીંગ હાથ ધરાતા શામળાજી તરફથી વિદેશી દારૂ ભરી પસાર થતા મારુતિ એસ.એક્સ.ફોર ( ગાડી.નં-ઇત્ન  ૨૭  ઝ્રછ  ૫૦૩૦ ) ના ચાલકે કાર રાજેદ્રનગર ચોકડી નજીક આવેલી હોટલ વે-વેઈટ ના ર્પાકિંગ માં કાર પાર્ક કરી પોલીસ ચેકીંગ હટે તેની ફિરાકમાં ઉભો હતો જેની જાણ પોલીસને થતા તાબડતોડ હોટલ ર્પાકિંગમાં પહોંચી કાર ચાલક હિમ્મતસિંહ ભીમસિંહ દુલાવત (રાજપૂત) રહે, ભારડીયા (ખેમપુર) ઉદેપુર, રાજસ્થાનની ધરપકડ કરી કાર માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૬ કીં.રૂ ૬૮૪૦૦/- તથા બીયરના ટીન નંગ-૩૬૦ કીં.રૂ.૩૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી, મોબાઈલ નંગ-૨ કીં.રૂ ૨૦૦૦/- અને કારની કીં.રૂ.૧૫૦૦૦૦/-  મળી કુલ રૂ.૨૫૬૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Tags :