02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ   11/09/2018

સમગ્ર રાજ્ય  સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ 
 
 
 
    વણ માસના  વિવિધ તહેવારો અને વ્રતોની ઉજવણી બાદ ભાદરવા માસના ચોથથી પ્રારંભ થતા  ગણેશ મહોત્સવને લઈને જિલ્લાભરમાં અને દેશભરમાં  તેની તડામાર તૈયારીઓ આરંભાઈ છે. દર વર્ષે ગણેશ મહોત્સવને લઈ પ્રજાજનોમાં ભારે ઉત્સુકતા જાવા મળે છે. જેથી લઈને ડીસા તેમજ રાજ્ય સહિત જિલ્લા મથક પાલનપુર તથા અન્ય શહેરોમાં હાઈવે પર ગણપતિની મૂર્તિઓ તૈયાર થઈ રહી  છે. વિવિધ મંડળો દ્વારા ગણેશ ભગવાનની ખુબસુરત મૂર્તિઓની પસંદગી કરી ગણેશ ચતુર્થીના દિવસે રંગેચંગે સ્થાપના કરવા માટે અત્યારથી કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દર સાલ ગણપતિ મહોત્સવને લઈ અવનવી ડિઝાઈન ધરાવતી મૂર્તિઓ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહી છે. જેમાં સુંદર રંગબેરંગી રંગોથી ગણપતિની મૂર્તિને સજાવવામાં આવી રહી છે. આજના આધુનિક  યુગમાં પીઓપીની મૂર્તિઓનું ચલણ  વધ્યુ  છે.

Tags :