02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં ફ્લાયઓવર બ્રિઝનું કામગીર શરુ કરાઈ 

ડીસામાં ફ્લાયઓવર બ્રિઝનું કામગીર શરુ કરાઈ    10/02/2019

ડીસા ખાતે ગયા સપ્તાહમાં ૨૦૦ કરોડના ખર્ચે આકાર પામનાર ફ્લાયઓવરનું ભૂમિપૂજન કર્યા બાદ ફ્લાયઓવરની પ્રથમ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિશ્વકર્મા મંદિર પાસે હાઇવેની મધ્યમાં જમીનમાં બોરિંગ કરી માટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે આ માટીના સેમ્પલો લેબોરેટરીમાં મુકવામાં આવશે અને તેના પરીથી પીલ્લર  જમીનમાં મુકવા માટેની ડીઝાઇન નક્કી કરવામાં આવશે.
 
ડીસા ખાતે નેશનલ હાઇવે પર અકસ્માતો અને ટ્રાફિક નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી શહેરીજનોની ફ્લાયઓવરની માગ બાદ એક સપ્તાહ પૂર્વે ફ્લાયઓવરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આકાર પામનાર ફ્લાયઓવર પ્રથમ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઇવે ઓથોરીટીનાં ટીમ લીડર રમાશંકર ઝાહે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર વિશ્વકર્મા મંદિર પાસે ચાલી રહેલ બોરિંગ કામગીરી ચાલી  રહી છે તે જમીનમાંથી માટી કાઢી તેનું સેમ્પલ લેબોરેટરીમાં મુકવામાં આવશે અને ત્યાર બાદ જમીનમાં ઉતરનાર પિલરની ડીઝાઇન કેવી કરવી તે નક્કી થશે તે કામીગીર માટે અંદાજીત એક મહિના જેટલો સમય લાગશે. જયારે હવે આગામી ૨૪ માસમાં ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ કરવાની હયાધારના આપવામાં આવી.  ત્યારે ડીસાના યક્ષ પ્રશ્ન મનાતા ત્રાફિક સમસ્યાથી લોકોને મુક્તિ મળશે.

Tags :