છાપી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત

વડગામ તાલુકાના છાપી પોલીસ મથકે ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલને ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી
પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસ મથકે ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતાં કાનસિંહ ભીખુસિંહ મૂળ, રહે મોટા તાલુકો પાલનપુર પોતાની ફરજ દરમિયાન ગાઇડકાર તરીકે અમીરગઢ તરફ જઇ રહયા હતા તે દરમિયાન ચિત્રાસણી નજીક અચાનક હૃદયરોગનો હુમલો થતા તાત્કાલિક પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા ફરજ પરના હેડકોન્સ્ટેબલ ને હૃદયરોગનો હુમલો થયાની જાણ થતા તાત્કાલિક છાપી પી.એસ.આઇ. પરિમલ દેસાઈ સહીત પોલીસ સ્ટાફ સિવિલ ખાતે દોડી ગયો હતો જોકે ટ્રાફિક જમાદારના મોતના સમાચારને લઈ પોલીસ બેડા સહિત પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.