02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિધ્ધપુરમાં ગોડાઉનમાંથી ગવારની ચોરીનો ભેદ ઉકેલાયો :ત્રણ ઝડપાયા

સિધ્ધપુરમાં ગોડાઉનમાંથી ગવારની ચોરીનો ભેદ ઉકેલાયો :ત્રણ ઝડપાયા   31/10/2018

 
 
સિધ્ધપુર
સિધ્ધપુર પોલીસે લાલપુરમાં એક કંપનીના ગોડાઉનમાંથી ગવારની બોરી નંગ-૩પ, કિં.રૂ.૧.૪૦, ૦૦૦ નો જથ્થો કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. આ કેસમાં ત્રણ શખ્સો ઝડપાતાં સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
 સિધ્ધુર પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન પી.આઈ. જાડેજાને બાતમી મળી હતી કે સિધ્ધપુરના લાલપુરમાં ચામુંડા ઈન્ડસ્ટ્રીઝ કંપનીના ગોડાઉનમાંથી ગવારની ૩પ બોરીની ચોરી થઈ હતી. તે ચોરી કરનાર ગેંગ હાઈ-વે પર આવેલી જીઆઈડીસીના રસ્તા પર બેઠી છે, હકીકતના આધારે પોલીસે સ્થળ પર જઈને ઠાકર ભરતજી બાબુજી (ઉ.વ.ર૪, રહે. લાલપુર), ભીલ લક્ષ્મણ જી ભીખાજી (ઉ.વ.૩૩, રહે.લાલપુર) ભીલ ચતુરજી (ઉ.વ.ર૧, રહે.સિધ્ધપુર) વિગેરેને ઝડપી પાડ્યા હતા. અને ચોરીનો માલ રિકવર કરવા તપાસ હાથ ધરી છે.

Tags :