પાલનપુરના ડીસા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : એકનું મોત : એક ઘાયલ

 
 
 
 
 
                                   પાલનપુરના ડીસા હાઇવે પર ગોઝારો અકસ્માત થયો હતો. લડબી નાળા નજીક તિરુપતિ ટાઉનશીપ પાસે  ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં દૂધના ટેન્કર ચાલકે બાઈક ચાલકને કચડી ટવેરા કારને અડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય ૧ વ્યક્તિ ઘાયલ થયો હતો. 
પાલનપુરના ડીસા હાઈવે પર તિરૂપતિ ટાઉનશીપ સામેથી માતેલા સાંઢની જેમ પુરઝડપે આવતા દૂધના ટેન્કરે એક ટવેરા ગાડીને અડફેટે લીધા બાદ બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર મૂળ વાઘરોળ તા.સિદ્ધપુરના રહેવાસી મહેશ ડાયાભાઈ ચૌહાણ પર ટેન્કર ફરી વળતા તેમનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. મૃતકના માંસના લોચેલોચા રોડ પર ચોંટી જતા અરેરાટીભર્યા દ્રશ્યો          સર્જાયા હતા.
જયારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ શબ્બીરભાઈ અકબરભાઈ સુણસરા રહે. સિદ્ધપુરને ગંભીર ઈજાઓ થતા જેઓને સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. જોકે, અકસ્માત બાદ ટેન્કરચાલક ફરાર થઇ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.