સામરવાડાની સરકારી જમીન બારોબાર વેચી દેવાઈ

ધાનેરા : ધાનેરા તાલુકાના સામરવાડા ગામની કરોડોની સરકારી જમીન ભેગા મળી ષડયંત્ર રચી ખોટા દસ્તાવેજા દ્વારા એક જ પાર્ટીને વેચી દેવાના કૌભાંડમાં સરકાર વતી જે.બી.રાવે તત્કાલીન ટી.ડી.ઓ. સર્કલ અધિકારી, તલાટી અને સરપંચ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરતા આ મુદ્દો ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો છે. 
ટુંકી હકીકત એવી છે કે ધાનેરાના સામરવાડા ગામની (જુની સર્વે નંબર રર૭) સર્વે નં.૧૮૦ અને ૧૮ર વાળી ગૌચરની સરકારી જમીન ગામના સરપંચ કંચનબેન અમથુભાઈ તલાટી જે.સી. બારોટ ભેમજીભાઈ પટેલ (તત્કાલીન સર્કલ ઈન્સપેક્ટર તા.પં.કચેરી ધાનેરા) તથા તત્કાલીન ટી.ડી.ઓ. એમ.પી.જાષી એ ભેગા મળી ઉપરોક્ત સરકારી ગૌચરની પડતર જમીન ગૌચર માટે નીમ થયેલ છે તેવું જાણતા હોવા છતાં અને ર૦૧૩ માં  તા.૪/૬/ર૦૧૩ અને તે પહેલાં હરકોઈ સમયે આ જમીન એક બીજાના મેળવાપી પણામાં ભેગા મળી, ગુનાહીત કાવતરૂ રચી સદરે સર્વે નંબરવાળી જમીનમાં રહેણાંક પ્લોટ બનાવી હરાજીની પ્રક્રિયા બાબતે સરકારના નિતી નિયમોનું પાલન ન કરી પ્લોટોની હરાજી કરી વેચાણ કરેલ અને તે પ્લોટો તથા સર્વે નં.૧૮૧ બાબતે ખોટી સનદો બનાવી ગામના ખોટા નમુના નં.ર બનાવી તેમાં ખોટા સહી સીક્કા કરી કરાવી તેમજ ખોટી બાંધકામની પરવાનગી આપી ખોટા રેકર્ડ ઉભા કરી બનાવટી દસ્તાવેજા બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તેઓના સ્વાર્થ સારૂ કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો કરેલ અને તેઓની ફરજમાં ગંભીર બેદરકારી દાખવેલ અને એક બીજાને મદદ રૂપ બની ગુનો કરેલ હોવાની જાણ સુમરા સત્તારભાઈ હકીમાભાઈ અને પટેલ વીરમાભાઈ આહાભાઈ વિગેરેએ તા.૧૮/પ/ર૦૧૮ ના રોજ તકેદારી આયોગ ને અરજી કરેલ જેની તપાસ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.) જીલ્લા પંચાયત પાલનપુર ને સાંપેલ જેઓએ તપાસમાં તથ્ય જણાતાં મોસમસિંહ, ભગવતસિંહ રાવે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં કર્મચારી આલમમાં તથા બીલ્ડર લોબીમાં સોપોપડી ગયો હતો અત્યારે આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.