02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / સિધ્ધપુર એ.પી.એમ.સી. ખાતે લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગેખેડુત નોધણી કેંદ્ર શરુ કરાયું

સિધ્ધપુર એ.પી.એમ.સી. ખાતે લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગેખેડુત નોધણી કેંદ્ર શરુ કરાયું   03/11/2018

                                 રાજય સરકારએ ચાલુ સાલે ખરીફ-૨૦૧૮ મા ઉત્પાદીત મગફળી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરેલ છે. જેમા કવીન્ટલ દીઠ રૂ ૫૦૦૦/- એટલે કે મણ ( રૂ ૨૦ કિલો)ના લઘુત્તમ ટેકાના ભાવ રૂ ૧૦૦૦/- નકકી કરેલ છે ત્યારે પાટણ જિલ્લામાં એ.પી. એમ.સી., સિધ્ધપુર   ખાતે લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ખેડુત નોધણી કેંદ્ર શરુ કરવામા  આવ્યુ કલેકટરની આનંદ પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુણવત્તાયુકત ધારા-ધોરણ મુજબની મગફળીની પારદર્શક અને સરળ રીતે ખરીદી અને સંગ્રહ થઇ શકે તે માટે પ્રાંત અધિકારીશ્રી , સિધ્ધપુર જે.એમ તુવર, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, એ.પી. એમ.સી.ના સેક્રેટરી ભવાનભાઇ રાવલ, વેર હાઉસ કોર્પોરેશનના કે.એન. પટેલ સહિતના અધિકારીઓની  ઉપસ્થિતમા  ખરીફ ૨૦૧૮ મા ઉત્પાદિત  મગફળીના  વેચાણ માટે તા.૦૧/૧૧/૧૮ થી ઓનલાઇન ખેડુત નોંધણી પ્રક્રિયા શરૂ કરવામા આવેલ હતી.  
ઓન લાઇન નોધણી  માટે ખેડુતે ૭/૧૨, ૮-અ, પ્હાણી પત્રક અથવા તલાટીનો મગફળી વાવેતર માટેનો દાખલો, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત ( આઇ.એફ.એસ.ઇ  કોડ  સાથે) અને મોબાઇલ નંબર ની વિગત સાથેએ.પી.એમ.સી., સિધ્ધપુર ખાતે ખેડૂત વેચાણ માટે નોંધણી કરાવી શકશે અને ખરીદીની પ્રક્રિયા ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. મારફત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી શરૂ કરી નેવુ (૯૦) દિવસ સુધી ખરીદી  કરવામાં આવશે.
આ તબક્કે મગફળીની પારદર્શક અને સરળ રીતે ખરીદી અને સંગ્રહ થઇ શકે તે માટે સર્વેલન્સ સ્કવોર્ડ અંતર્ગત પ્રાંત અધિકારી , સિધ્ધપુર અને અધિકારીઓએ આગોતરા આયોજનના ભાગરુપે વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન સહીત સ્થળ મુલાકાત લે જરુરી સુવિધાઓ જેવી કે ફાયર સેફ્‌ટી , સીસી ટીવી કેમેરા , વોચમેન , મુલાકાતી  રજીસ્ટર નિભાવવા સહિતની સુવિધા માટે  કાર્યવાહી કરવા ગોડાઉન મેનેજરને જરુરી પગલા લેવા  લેવા જણાવ્યું હતુ. 

Tags :