વડાવળ : સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યુ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા કારણ કે બનાસકાંઠા જિલ્લામાં ૧.૪૦ લાખ હેકટરમાં બાજરીનો પાક તૈયાર થયેલો જાવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદને લીધે બાજરીના પાકને નુકશાન પણ થયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જીલ્લામાંનું હવામાન સુકુ રહેવાની શકયતાઓ દર્શવી છે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે જેને લઈ બાજરી સહિત અન્ય પાકો માટે ખુબજ અનુકળ હવામાન બનવાની સંભાવના રહેલી છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જાવા મળી રહી છે.
ડીસા પંથકના ગામડાઓના ખેતરોમાં ઉભેલા બાજરીનો પાક તૈયાર થઈ ગયેલો જાવા મળી રહ્યો છે ઉનાળુ બાજરીનો પાક તૈયાર થતાં ખેતરોમાં લહેરાતો જાવા મળે છે જેને લઈને ખેડૂત વર્ગમાં પણ આનંદની લાગણી ફેલાયેલી જાવા મળી રહી છે. ચાલુ વર્ષે બાજરીના ભાવો પણ ખુબ સારા જાવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પણ બાજરી ના પાકનુ સારૂ ઉત્પાદનની આશા બંધાઈ છે હવે બાજરીનો પાક કાપણીના આરે આવી જતા ટુંક સમયમાં પાક લેવાની સિઝન પ્રારંભાશે.